Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઉમરગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

રૂમના દરવાજાના ટુકડા થઈ ગયા, રુમમાં રહેલાં દંપતીનો આબાદ બચાવ

વલસાડ

વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં એક ચાલીના રૂમમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. નવા વર્ષની પ્રથમ સવારે બનેલી આ ઘટનામાં એક દંપતીનો આબાદ બચાવ થયો હતો. ગોકુલધામ સોસાયટીની ચાલીમાં રહેલું દંપતી વહેલી સવારે રસોઈ બનાવી રહ્યું હતું. તે સમયે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રૂમના દરવાજાના ટુકડા થઈ ગયા હતા. બ્લાસ્ટ બાદ દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ તેઓ થોડી જ ક્ષણોમાં સુરક્ષિત રીતે રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અગ્રણીઓ તાત્કાલિક શ્રમિક પરિવારની મદદ માટે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

संबंधित पोस्ट

અમેરિકામાં ફેડરલ જજે ટ્રમ્પની $100,000 H-1B વિઝા અરજી ફીને માન્ય રાખી

Gujarat Desk

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News

વ્હાલી દીકરી યોજના હેઠળ રાજ્યની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા

Gujarat Desk

RedBet Gambling enterprise Opinion 2024 Prompt Payment Euro Gambling establishment?

Gujarat Desk

ઇમરાન ખાનની બહેન અલીમા ખાનમ પર રાવલપિંડીની અદિયાલા જેલની બહાર એક ઈંડું ફેંકવામાં આવ્યું

Gujarat Desk

આજે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જાગૃતિ માટે સેલ્ફી સ્ટેશનો ઉભા કરાશે ગામડાની શોભા વધારશે સ્વચ્છતા અભિયાન અને સેલ્ફી સ્ટેશન  

Gujarat Desk