Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતાં ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS)

પોલીસ તંત્રના વાર્ષિક મૂલ્યાંકન માટે દર વર્ષે રેન્‍જના વડા દ્વારા તાબાના જિલ્લાઓના પોલીસ દળનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ભાવનગર રેન્‍જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS) નાઓ દ્વારા અમરેલી જિલ્‍લા પોલીસનું વાર્ષિક ઇન્‍સ્‍પેકશન હાથ ધરવામાં આવેલ હતું. જે અંતર્ગત ગુનાખોરી ડામવાની તેમજ કોરોના મહામારીને કાબુમાં રાખવાની પોલીસ તંત્રની કામગીરી અંગે મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું. વાર્ષિક ઇન્‍સ્‍પેક્શન દરમિયાન ભાવનગર રેન્‍જ વડા દ્વારા અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવેલ હતી.

ગુનાહિત કૃત્યો માટે સજા પામેલા કેદીઓને તથા ગુનામાં સંડોવાયેલી વ્યક્તિઓને નામદાર કોર્ટના આદેશ અનુસાર જેલમાં અટકાયતમાં રાખવામાં આવતા હોય છે. રાષ્ટ્ર કે સમાજના હિતને જોખમકારક કે હાનિકારક ગણાતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે જુદા જુદા અટકાયતી ધારાઓ હેઠળ આરોપીઓને નજરબંધ રાખવા માટે પણ જેલનો ઉપયોગ કરવામાં આવે છે, તેવા સંજોગોમાં જેલોની સુરક્ષા વ્યવસ્‍થા સુદઢ બને તે જરૂરી છે.
ભાવનગર રેન્‍જ વડા શ્રી અશોક કુમાર સાહેબ દ્વારા અમરેલી જિલ્લા જેલની વિઝીટ દરમિયાન નવતર પ્રયોગ હાથ ધરેલ હતો. રેન્‍જ વડાશ્રીએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભાવનગર રેન્‍જના ડ્રોન કેમેરાની મદદથી અમરેલી જિલ્લા જેલના પરિસરની ખુબ જ ઝીણવટભરી રીતે ચકાસણી કરેલ હતી અને જેલમાં કોઇ અસામાજિક પ્રવૃતિ થવાનો અવકાશ ન રહે, તે અંગે ખાત્રી કરેલ હતી.

ભાવનગર રેન્‍જ વડાએ અમરેલી પોલીસ અધિક્ષક તથા અન્ય પોલીસ અધિકારીઓને સાથે રાખી, જેલમાં રહેલ સી.સી.ટી.વી. કેમેરા સીસ્‍ટમ ચેક કરેલ હતી અને જેલમાં કોઇ પ્રતિબંધિત ચીજવસ્‍તુઓ દાખલ ન થાય તે માટે પુરતી તકેદારી રાખવા જિલ્લા જેલના અધિકારીને સુચના અને માર્ગદર્શન આપી, જેલની સલામતી અને સુરક્ષા વ્યવસ્‍થા અંગે સમીક્ષા કરેલ હતી.

संबंधित पोस्ट

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સભ્યોને મતદાન કરવાના શપથ લેવડાવ્યા

Gujarat Desk

તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા; હાઇવે પર આવેલી ૧૮૩ જેટલી હોટલો પર દરોડા દરમિયાન રૂા. ૪.૬૩ લાખથી વધુનો દંડ કરાયો

Gujarat Desk

ગુજરાત તાપમાનનો પારો વધ્યો; કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Gujarat Desk

ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ વિસ્તારમાં કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જતાં દુર્ઘટના

Gujarat Desk

જામનગર જિલ્લા માં છેલ્લા ૨૪ કલાક માં થયેલ વરસાદ ની અપડેટ

Karnavati 24 News