Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન અધિક્રુત બાંધકામો તથા જાહેરમાર્ગ પરના દબાણો દૂર કરવાની હાથ ધરેલ ઝુંબેશના ભાગરુપે બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી કરાઈ હતી.

બહેરામપુરા વોર્ડમાં ટી.પી. સ્કીમ નં.૩૮ (દાણીલીમડા બહેરામપુર-વેસ્ટ) સેકટર-૨ માં મોજે દાણીલીમડાના રે.સ.નં.૨૨૨ (૧+૨) પૈકીમાં બેરલ માર્કેટ રોડ પર, અલહમદપાર્ક મસ્જીદ ગલી નં.૧,૨,૩ ની બાજુમાં, અકબરખાન પાર્લર પાસે આવેલ “સીમા રો હાઉસ” ના રહેણાંક પ્રકારના કુલ ૦૬ (છ) યુનિટો વાળા અંદાજીત ૩૫૦૦ ચો.ફુટ ક્ષેત્રફળ ધરાવતાં અન-અધિકૃત બાંધકામ દૂર કરાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ અન્વયેની કાર્યવાહી કરી આજ રોજ બ્રેકર મશીન, ગેસ કટર મશીન, જનરેટર, દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદથી દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામા આવી હતી. આ ઉપરાંત બાકી રહેલ અન-અધિકૃત બાંધકામને દૂર કરવાની કામગીરી આવતીકાલે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત હેઠળ ચાલુ રાખવામાં આવી છે.
દક્ષિણ ઝોનના જુદા જુદા જાહેરમાર્ગો તથા તેની ફુટપાથ ઉપરથી જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ ૨૯ નંગ પરચુરણ માલસામાન, લૂઝ દબાણો ગોડાઉન ખાતે જમા કરાવી જાહેરમાર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે. આવા પ્રકારના અન અધિક્રુત બાંધકામો, ટી.પી.રસ્તામાં કપાત થતાં બાંધકામો તેમજ જાહેરમાર્ગ પરના જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ દબાણો દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે.

संबंधित पोस्ट

‘સંઘને લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યો’: ખડગેના પ્રતિબંધના આહ્વાનનો RSS મહાસચિવ દત્તાત્રેય હોસાબલે

Gujarat Desk

મહેમદાવાદ એસટી મથકે ડ્રાઈવર અને કન્ડક્ટર પર તલવારથી હુમલો

Gujarat Desk

કેન્દ્રીય કેબીનેટે દુર્લભ પૃથ્વી ચુંબકના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ₹7,280 કરોડની યોજનાને મંજૂરી આપી

Gujarat Desk

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ અને બીએનપીના વડા ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન

Gujarat Desk

આજ નું પંચાંગ (26/05/2025)

Gujarat Desk

ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્માવત ફિલ્મ સમયે તથા અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પાછા લેવાની માંગણી કરી

Gujarat Desk