Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમદાવાદ જિલ્લામાં 25થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

અમદાવાદ જિલ્લામાં વરસાદી માહોલમાં પણ અવિરત આગળ વધતી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત સરી, કેશરડી, કરકથળ, જુવાલ, રોહીકા અને થોરીમુબારક સહિતનાં જિલ્લાનાં અનેક ગામોમાં 5થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા છે. વંદે ગુજરાત વિકાસ રથનું ઉમંગભેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે.

20 વર્ષના વિશ્વાસ અને 20 વર્ષના વિકાસના મધ્યવર્તી વિચાર સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં વરસાદી માહોલ છતાં વંદે ગુજરાત રથ અવિતરપણ આગળ વધી રહ્યા છે. વરસાદ છતાં ગ્રામજનો ઉત્સાહભેર રથનું સ્વાગત-સામૈયું કરી રહ્યા છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના 10થી વધારે ગામોમાં વંદે ગુજરાત વિકાસ રથ પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં વંદે ગુજરાત યાત્રાના ત્રણ રથ ફરી રહ્યા છે, જે અંતર્ગત સવારે સરી, કેશરડી અને કરકથળ ગામે રથ પહોંચ્યાં હતાં તો સાંજે જુવાલ, રોહીકા અને થોરી મુબારક ગામોએ રથ પહોંચ્યા હતા અને કાર્યક્રમો યોજાયા હતા. આસપાસનાં ગામોના લોકો પણ આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જુદાં જુદાં ગામે 250થી 450 લોકો ઉત્સાહભેર કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગામે ગામ લોકોએ રથને વધાવ્યો હતો. ગામની બાળાઓએ રથનું સામૈયું કર્યું હતું. વરસાદી માહોલ વચ્ચે ગામોમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત 25થી વધારે વિકાસ કાર્યોના લોકાર્પણ થયા હતા. આશરે 75થી વધારે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. જુદાં જુદાં ગામોમાં 50 લાખથી વધારેનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિવિધ ગામોમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગામોના સરપંચ અને રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

શિવસેનાએ સામનામાં લખ્યું, ‘મહારાષ્ટ્રમાં નવી સરકાર સ્વપ્ન સમાન છે, સમયસર સાવચેત રહો’

Karnavati 24 News

પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે મંદિરે દર્શન કરી સાધુ સંતો સાથે કરી બેઠક

Karnavati 24 News

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

વાગરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પાલેજ ખાતે મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

Admin