Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો

(જી.એન.એસ) તા. ૨૯

અમદાવાદ,

DCB અને ATSનું સંયુક્ત ઓપરેશનમાં નવજાત શિશુને બચાવી લેવાયું અને ત્રણની ધરપકડ.

બાળ તસ્કરી વિરુદ્ધ એક મોટી સફળતા મેળવતા, ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB), અમદાવાદ શહેરે એક નવજાત બાળકની સુરક્ષિત બચાવગીરી કરી છે, ગુજરાત ATS દ્વારા મળેલી બાતમીના આધારે ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે,

ઓપરેશનની વિગત :-

ગુજરાત ATS દ્વારા મળેલી અને ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ DCB ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે.સી. દેસાઈના નેતૃત્વમાં એક ટીમે કાર્યવાહી કરી હતી, આ ટીમમાં એ.એચ.સી. કનુભાઈ ભૂપતભાઈ, એ.પી.સી. વેલાજી હેમાજી, એ.પી.સી. સુરેશભાઈ લાલજીભાઈ અને મહિલા પી.સી. કાશ્મીરાબેન કાંતિભાઈ સહિતના સ્ટાફ મિત્રો સામેલ હતા, ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી,

તપાસ દરમિયાન હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ મારુતિ અર્ટિગા ( રજીસ્ટ્રેશન નં. GJ-01-MT-2600 ) ને અટકાવવામાં આવી ગાડીની તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું,

ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત :-

૧ – વંદનાબેન જીગરાભાઈ પંચાલ ( ૩૪ ) રહે.: મુકેશનગર સોસાયટી, ઓઢવ, અમદાવાદ. ( મૂળ રહે. અયોધ્યા, ઉત્તર પ્રદેશ )

૨ – રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ ( ૪૨ ) રહે : હૈદરાબાદ, તેલંગાણા. ( મૂળ રહે : ઝુંઝુનુ, રાજસ્થાન )

૩ – સુમિત બચ્ચનભાઈ યાદવ ( ૨૭ ) રહે : બીજલ હોમ્સ, વટવા, અમદાવાદ. ( મૂળ રહે : સુલતાનપુર, ઉત્તર પ્રદેશ )

મૌલિક ઉમિયાશંકર દવે ( ૩૨ ) વાહનનો ચાલક ( જેની તપાસ ચાલુ છે )

મોડસ ઓપરેન્ડી અને તપાસ :-

પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી ₹ ૩,૬૦,૦૦૦ માં ખરીદ્યું હતું તેઓ આ બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા,

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની વસ્તુઓ જપ્ત કરી છે :-

 રોકડ: ₹ ૧૦,૦૫૦ ( વિવિધ મૂલ્યની ચલણી નોટો )

 મોબાઈલ ફોન: ૪ હેન્ડસેટ ( Redmi, Vivo, Samsung, Oppo ) જેની અંદાજિત કિંમત ₹ ૫૫,૦૦૦ છે

વાહન: પરિવહન માટે વપરાયેલી મારુતિ અર્ટિગા કાર

કાયદેસરની કાર્યવાહી

ધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ વેચનાર અને ખરીદનાર ( મુન્નુ અને નાગરાજ ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ની નીચેની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,

BNS કલમો: ૧૪૩(૪), ૧૩૭(૨), અને ૬૧(૨)(a)

જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ ૨૦૧૫: કલમ ૮૧ અને ૮૭.

વર્તમાન સ્થિતિ :-

બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી નિરીક્ષણ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે,આ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અને ફરાર વચેટિયાઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.

संबंधित पोस्ट

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજી યથાવત્…!!

Gujarat Desk

હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશનર પીએસઆઈને 1 લાખની લાંચ લેતા એસીબી એ રંગેહાથ ઝડપી પડ્યા

Gujarat Desk

કેન્દ્ર સરકારે સેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતાઓને વધારવા માટે 79,000 કરોડ રૂપિયાના જંગી સંરક્ષણ ખરીદીને મંજૂરી આપી

Gujarat Desk

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો

Gujarat Desk

બંગાળ વિધાનસભામાં ફરીવાર હંગામો: ભાજપ-ટીએમસી ધારાસભ્યો આવ્યા સામ-સામે, એક હોસ્પિટલમાં દાખલ

Gujarat Desk