Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

RR vs CSK: રાજસ્થાને રચ્યો ઈતિહાસ, 15 વર્ષ પછી ચેપોકમાં CSKને હરાવ્યું; બનાવ્યો એક મોટો રેકોર્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સ  અને રાજસ્થાન રોયલ્સ બુધવારે,12 એપ્રિલ રાત્રે IPLમાં સામસામે રમતા હતા. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈના ચેપોક ખાતે રમાઈ હતી. આ મેદાનને CSKનો કિલ્લો માનવામાં આવે છે, જ્યાં મુલાકાતી ટીમો માટે આ ટીમને હરાવવાનું હંમેશા મુશ્કેલ રહ્યું છે. જો કે, રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં ચેન્નાઈના આ કિલ્લાને તોડી પાડ્યો હતો.

રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં CSKને 3 રને હરાવ્યું હતું. રાજસ્થાન માટે આ જીત ઘણી ખાસ હતી. કારણ કે ચેપોકમાં CSK સામે રાજસ્થાનની આ બીજી જીત હતી. તેને 15 વર્ષ પહેલા IPL 2008માં પહેલી જીત મળી હતી. ત્યારબાદ 24 મેના રોજ રમાયેલી મેચમાં રાજસ્થાને ચેન્નાઈને 10 રનથી હરાવ્યું હતું. આ પછી છેલ્લા 15 વર્ષમાં રાજસ્થાન ચેપોકમાં ચેન્નાઈને એક પણ વાર હરાવી શક્યું નથી.

ગઈકાલે રાત્રીના મેચ પહેલા ચેપોકમાં ચેન્નાઈ અને રાજસ્થાનની ટીમો 7 વખત ટકરાયા હતા. જેમાં રાજસ્થાન દ્વારા પ્રથમ મેચ જીત્યા બાદ છેલ્લી 6 મેચમાં માત્ર ચેન્નાઈની ટીમ જ જીતી રહી હતી. હવે 15 વર્ષ બાદ રાજસ્થાને ચેન્નાઈને આ મેદાન પર હરાવ્યું છે.

 

રાજસ્થાને ચેપોકમાં પણ આ મોટો રેકોર્ડ બનાવ્યો હતો

રાજસ્થાને CSKને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને વધુ એક મોટો રેકોર્ડ નોંધાવ્યો હતો. તે છેલ્લા 10 વર્ષમાં ચેપોક ખાતે CSKને હરાવનારી બીજી ટીમ પણ બની છે. આ છેલ્લા 10 વર્ષોમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સ ચેપોકમાં CSKને હરાવવામાં સફળ રહી છે. મુંબઈ સિવાય અન્ય ટીમો છેલ્લી 10 સીઝનમાં અહીં CSK સામે એક પણ મેચ જીતી શકી નથી.

આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં, એક સમયે CSKને જીતવા માટે 18 બોલમાં 54 રનની જરૂર હતી અને તેની 6 વિકેટ પડી ગઈ હતી. અહીંથી ધોની અને જાડેજાએ ઝડપી ઇનિંગ્સ રમી હતી. શરત એવી હતી કે ચેન્નાઈને છેલ્લા બોલે જીતવા માટે 5 રનની જરૂર હતી, પરંતુ અહીં ધોની સિક્સર ફટકારી શક્યો નહોતો અને ચેન્નાઈ 3 રને મેચ હારી ગઈ હતી.

संबंधित पोस्ट

रेड-यलो कार्ड तो बहुत देखा लेकिन ये व्हाइट कार्ड क्या है? फुटबॉल के इतिहास में पहली बार हुई एन्ट्री

Admin

Rishabh Pant Health Update: કેપ્ટન રોહિત શર્મા ડોક્ટર્સને ફોન કરી સતત ઋષભ પંતની તબિયતની મેળવી રહ્યો છે જાણકારી

Admin

टी20 क्रिकेट टीम में नहीं मिली इस खिलाड़ी को जगह !

વેંકટેશની સદી પર ભારે પડી ઇશાન કિશનની અડધી સદી, મુંબઇએ કોલકત્તાને પાંચ વિકેટે હરાવ્યું

Admin

IPL में सीजन की सबसे तेज गेंद: उमरान मलिक ने फेंकी 157 किमी प्रति घंटे की रफ्तार से गेंद, IPL में ऐसा करने वाले पहले भारतीय

IND VS SL: विराट कोहली के 100वें टेस्ट से पहले बोले रोहित शर्मा, मैं 40 टेस्ट खेलकर ही खुश हूं, जानिए क्या है मामला?

Karnavati 24 News