Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Newsગુજરાતપ્રદેશ

રાજ્યની સૌથી જૂની-બીજી સૌથી મોટી તેમજ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન:ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના

તાપી,

 

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે.

આ ભારતની મોટી બહુહેતુક
યોજનાઓમાંથી એક છે.તાપી નદી પર નિર્મિત આ યોજના બે તબક્કામાં પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કામાં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪ દરમિયાન ૬૩૩.૫૦ મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વીયર બનાવવામાં આવ્યો. જ્યારે બીજા તબક્કામાં ઓગષ્ટ-૧૯૬૧માં પ્લાનિંગ કમિશન અને ફેબ્રુઆરી-૧૯૬૨માં રાજ્ય સરકારની મંજૂરી બાદ ૧૯૬૪માં કામ શરૂ કરી સને ૧૯૭૨માં ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ કરાયું હતું. આ જળાશય સૌ પ્રથમવાર વર્ષ ૧૯૭૩માં એટલે કે ૫૩ વર્ષ પહેલા પાણી ભરવામાં આવ્યું હતું.

* જળ સંગ્રહ શક્તિ -સિંચાઈ વિસ્તાર*

અંદાજે ૬૦૦ ચો.કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલ આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ ૭,૪૯૭ મિલિયન ઘન મીટર અને જીવંત સંગ્રહ શક્તિ ૬૬૧૫ મિ.ઘ.મી. છે. બંધથી ઉપરવાસમાં લંબાઇ ૧૧૨ કિ.મી. છે તેમજ સરેરાશ પહોળાઇ ૫.૫ કિ.મી. જેટલી છે.જળાશયમાં પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઇ ૫૨૫ કિ.મી. જેટલી થાય છે. આ યોજના હેઠળ ૩,૩૧,૫૫૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. તેનાથી ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીને સમૃદ્ધિ મળી છે. તે સિવાય ઉકાઈ-પૂર્ણા ઉચ્ચતળ નહેર, સોનગઢ ઉચ્છલ નિઝર, કાકરાપાર-ગોરધા-વડ અને તાપી-કરજણ જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કુલ ૨૯૮ ગામોનો સમાવેશ થાય છે. ઉકાઈ પૂર્ણા ઉચ્ચતળ નહેરની લંબાઇ ૫૧,૧૧૦ મીટર છે. આ નહેરની વહન ક્ષમતા ૪૮૦ ક્યુસેક છે.

* હરિત ઊર્જા ઉત્પાદન અને જળ વ્યવસ્થાપનનો અજોડ સંગમ*:

ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉકાઈ યોજનાથી ઉકાઇ થર્મલ પાવર પ્લાન્ટના ૧૧૧૦ મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના ૩૦૫ મેગાવોટ, કાકરાપાર અણુ મથકના ૧૮૪૦ મેગાવોટ જેવા પ્લાન્ટમાં પાવર જનરેશન માટે પાણી આપવામાં આવે છે.
આ ઉપરાંત, કમાન્ડ વિસ્તારમાં આવતી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓ મારફતે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના શહેરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ સાથે જ GIDC, જે.કે. પેપર મિલ જેવા ઔદ્યોગિક એકમો અને સુગર ફેક્ટરીઓને પણ આ યોજનાથી જળ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

તાપી નદીનું કુદરતી વહન અને જળાશયની વિશેષતાઓ

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈમાંથી નીકળતી તાપી નદી ૭૨૪ કિ.મી. લંબાઈ ધરાવે છે, જેમાંથી ૨૧૪ કિ.મી. ગુજરાતમાં વહે છે. તાપી નદી ગુજરાતની પશ્ચિમ તરફ વહેતી બીજા નંબરની મોટી નદી છે. ઉકાઈ જળાશય આગળ તેનો સ્ત્રાવ વિસ્તાર ૬૨,૨૨૫ ચો.કિ.મી. છે. પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઈ ૫૨૫ કિ.મી. છે.મેન્યુઅલ મુજબ ચોમાસા દરમિયાન નિયમનકારી પાણી ભરવાના લેવલ નક્કી કરાયા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન તેમજ જળ સંપત્તિ-પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં આ બહુહેતુક યોજના રાજ્યમાં પૂર નિયંત્રણ, સિંચાઈ, પીવાનું પાણી, હરિત ઊર્જા સક્ષમતા અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે.

संबंधित पोस्ट

1xSlots (1хСлотс) пополнение баланса.726 (3)

અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસમાં બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશનનું આયોજન

Gujarat Desk

કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના ડેટા અનુસાર, આ વર્ષે 28 જુલાઈ સુધી કાઢી મૂકવામાં આવેલા ભારતીય નાગરિકોનો આંકડો 1,891

Gujarat Desk

Gama Casino Online – официальный сайт – зеркало и вход.832

ધુરંધર 2: મુંબઈમાં અનધિકૃત ડ્રોનના ઉપયોગ બદલ લોકેશન મેનેજર વિરુદ્ધ FIR દાખલ

Gujarat Desk

казино онлайн 2025 для игры на реальные деньги.6581 (2)