Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે ગઈ કાલે સાંજે રીક્ષાના પેસેન્જર ભરવાના વારાને લઈને બે રીક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક પર હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોધાઇ છે. જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે જુની શાકમાર્કેટ પાસે રીક્ષા સ્ટેંન્ડ નજીક ગઈ કાલે નરપતસીંહ કલુભા જાડેજા રહે મોટા ખડબા ગામ ચોરાની સામે અને મહેંદ્રસીંહ કરણુભા વાળા રહે મોટા ખડબાગામ વાળાઓ વચ્ચે ગઈ કાલે સાંજે ચારેક વાગ્યે પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થઇ હતી. નરપતસિંહનો રીક્ષામા પેસેંજર ભરવાનો વારો હોવા છતા આરોપીએ આડેથી પોતાના રીક્ષામા પેસેંજર ભરવા લાગતા નરપતસિંહ તેઓને સમજાવવા ગાય હતા. જો કે સમજવાને બદલે આરોપીએ ઉસ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ઝગડો કરી શરીરે ઢીકા પાટુનો માર મારી તેમજ પોતાના પેંન્ટ ના નેફામાથી છરી કાઢી, જમણા હાથના ખંભાથી નીચેના ભાગે મારી ઈજા પહોચાડી હતી. આરોપીએ જમણા હાથની હથેરીમા અને શરીરે ઢીકા પાટૂનો માર મારી મુઢ ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે સ્થાનીક પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી પીએસઆઈ ડીએસ વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

સુરત જિલ્લા એસ.ઑ.જી.ની ટીમે કામરેજથી 50 હજારના ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો : ત્રણ વોન્ટેડ

Karnavati 24 News

સ્ટોન ક્વોરીના માલિકે આદિવાસી ખેડૂતને કેબલથી ફટકાર્યો, ઘટના પોલીસ સ્ટેશને પહોચી

Karnavati 24 News

કોડીનાર તાલુકા ના જંત્રlખડી ગામે હૈયું હચમચાવી ક્રૂર ઘટના …આઠ વર્ષ ની બાળકી ઉપર બળાત્કાર કર્યા બાદ નિર્માણ હત્યા.

Karnavati 24 News

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ

Admin

 એમ.એસ.યુનિ.ના ગેટ બહાર રોમિયોગીરી કરતા બે શખ્સો ઝડપાયા

Karnavati 24 News

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Karnavati 24 News