Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

૧૨મી ચિંતન શિબિર-૨૦૨૫:ધરમપુર જિ. વલસાડ: દ્વિતીય દિન

(જી.એન.એસ),તા.૨૮

વલસાડ

રાજ્ય સરકાર દ્વારા ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી ૧૨મી ‘ચિંતન શિબિર-૨૦૨૫’ના દ્વિતીય દિવસે ભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર માર્ગદર્શન આપતા કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી શ્રી ટી.વી.સોમનાથને જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજા કેન્દ્રી બનાવે છે. એક તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે અધિકારીઓ નિયમ અને પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરે છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓએ તેમના જ્ઞાનવર્ધક સેશનને માણ્યું હતું. શ્રી ટી.વી.સોમનાથને વધુમાં કહ્યું કે, દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રના રૂપે આગળ ધપાવવાના ધ્યેય સાથે કેન્દ્ર સરકાર આર્થિક વિકાસ, ઉદ્યોગોને પ્રોત્સાહનની નીતિ, સરળ વ્યાપારી માહોલ અને ગુડ ગવર્નન્સ તરફ વધુ સક્રિય પગલાં ભરી રહી છે. ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપના ઉદ્યમીઓને ઘણીવાર ટેક્સ વિભાગો દ્વારા બિનજરૂરી હેરાનગતિ ન થાય એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્તરે આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે નીતિગત પ્રયત્નો ચાલી રહ્યા છે. ભારત વિકાસની યોગ્ય નીતિઓ, સુધારેલી શાસનવ્યવસ્થા અને ચૂંટાયેલી પાંખ તથા વહીવટી તંત્ર વચ્ચેના ગાઢ સમન્વયથી ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય ચોક્કસ હાંસલ કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ મજબૂત છે, મોંઘવારી નિયંત્રણમાં છે.  રોજગાર સર્જનમાં વૃદ્ધિ થઈ રહી છે અને રાજકોષીય સ્થિતિ સ્થિર છે જે સર્વાંગી વિકાસ માટે શુભ સંકેત છે. છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં કરોડો લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે.નાગરિક સુખાકારી આધારિત નીતિઓ, નાણાકીય વ્યવસ્થાપણ, પી.એમ. આવાસો જેવા સસ્તા ઘર, સ્વચ્છતા અભિયાન અને સામાજિક સુરક્ષા યોજનાઓના પરિણામો છે. દેશમાં અનેકવિધ IIT, IIM, મેડિકલ અને નર્સિંગ કોલેજોની સ્થાપનાએ નવયુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ ઊભી કરવાના અપાર અવસરો ઊભા કર્યા છે, જે આગામી દાયકાઓ માટે વિકાસનો મજબૂત પાયો સાબિત થશે. ગુજરાત સરકારની ચિંતન શિબિરની પહેલ અનુકરણીય છે, જેમાં મંત્રીગણ, વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા વિચારો, માર્ગદર્શન દેશમાં નીતિ-નિર્માણ અને વહીવટી સુધારાઓ માટે દિશાદર્શક સાબિત થશે એમ જણાવી મુખ્યમંત્રી સહિત તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

संबंधित पोस्ट

અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો: ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને ૭ વર્ષની કેદ

Gujarat Desk

કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય ડીઝાસ્‍ટર ફંડમાંથી ચૂકવે તેવી કોંગ્રેસની માંગણી

Karnavati 24 News

મહેમદાવાદ એસટી મથકે ડ્રાઈવર અને કન્ડક્ટર પર તલવારથી હુમલો

Gujarat Desk

PMEGP હેઠળ રૂ. 350 કરોડની સબસિડીનું વિતરણ, ગુજરાતમાં 352 નવા એકમો દ્વારા 3872 લોકોને રોજગાર

Gujarat Desk

અમદાવાદમાં પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર જીએસટી વિભાગના દરોડા 

Gujarat Desk

ભારે વરસાદ વચ્ચે પંજાબ સરકારે કોલેજો, યુનિવર્સિટીઓ બંધ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી

Gujarat Desk