Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે હોંગકોંગ તરફ ભારતની નિકાસ સતત મજબૂત…!!

એપ્રિલથી ઓક્ટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ–ઓક્ટોબરમાં હોંગકોંગ તરફની નિકાસ ૨૦% વધીને ૪.૩૬ અબજ ડોલર થઈ છે, જ્યારે ગયા વર્ષે તે જ સમયગાળામાં ૩.૬૦ અબજ ડોલર હતી. જેમ્સ-જ્વેલરી અને ટેલિકોમ સાધનો જેવી કેટેગરીમાં વધતી માગને આ વૃદ્ધિ માટે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ભારતના ટોચના દસ નિકાસ મથકોમાં હોંગકોંગનું સ્થાન છે, અને કુલ નિકાસમાં તેનો હિસ્સો લગભગ ૨% છે.

અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ લગાવ્યા બાદ ભારત સરકાર અને નિકાસ ઉદ્યમોએ નિકાસ મથકોમાં વૈવિધ્યતા લાવવા માટે જે પ્રયાસો કર્યા હતા, તેની સકારાત્મક અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. અમેરિકા સિવાયના બજારોમાં નિકાસ વધતા, અમેરિકાની નિકાસમાં થયેલા ઘટાડાની ભરપાઈ થવાની શક્યતા વધી છે. જો કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ઓક્ટોબર મહિનામાં ભારતની કુલ નિકાસ ૧૧.૭૫% ઘટીને ૩૪.૩૫ અબજ ડોલર રહી હતી, પરંતુ હોંગકોંગ તરફની નિકાસમાં સતત સુધારો જોવા મળ્યો છે.

સાથે સાથે, નવા નિકાસ મથકો સાથે-સાથે હાલના મથકોમાં નિકાસ વધારવાના દેશના પ્રયાસો પણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ૧૧૧ દેશોમાં ટેક્સટાઇલ નિકાસમાં ૧૦% વૃદ્ધિ નોંધાઈ છે. ગયા નાણાં વર્ષના ૭૭૧.૮૫ કરોડ ડોલર સામે આ વર્ષે આ આંક ૮૪૮.૯૦ કરોડ ડોલર રહ્યો છે. એક ખાનગી બેન્કના તાજેતરના સર્વેમાં પણ રસપ્રદ તારણો સામે આવ્યા છે, જેમાં ભાગ લેનાર વેપારીઓમાંથી ૮૫% વેપાર ગૃહોએ વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ માટે સાઉદી અરેબિયાને સૌથી આકર્ષક મથક ગણાવ્યું છે.

संबंधित पोस्ट

 દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૬ ડિસેમ્બરે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો મુકાયા

Karnavati 24 News

8 વર્ષ અગાઉ સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા

Gujarat Desk

ધુરંધર: નવી સમીક્ષા પછી CBFC એ રણવીર સિંહની ફિલ્મને મંજૂરી આપી, કહ્યું કે તેનો મેજર મોહિત શર્મા સાથે કોઈ સંબંધ નથી

Gujarat Desk

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

એચસીએલ ટેક્નોલોજીનો નફો ફ્લેટ, શેરદીઠ રૂ.૧૨નું ડિવિડન્ડ જાહેર…!!

Gujarat Desk

આજ નું પંચાંગ (25/09/2025)

Gujarat Desk