Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે: જય શાહ



(જી.એન.એસ) તા. 10

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2–0 ની અજેય લીડ મેળવી લીધી છે. આ દરમિયાન, બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિન અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહ દ્વારા આ મેચને લઈને એક મોટી જાહેરાત કરી છે, તેમને કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચના પ્રસંગે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવી હતું કે, 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના પ્રસંગે, અમને “અંગોનું દાન કરો, જીવન બચાવો” એક જાગૃતિ પહેલ શરૂ કરવાનો ગર્વ છે. રમતગમતમાં ક્ષેત્રની બહાર પ્રેરણા આપવાની. એક થવાની અને કાયમી અસર ઉભી કરવાની શક્તિ છે. આ પહેલ દ્વારા, અમે દરેકને સૌથી મોટી ભેટ – જીવનની ભેટ આપવા તરફ એક પગલું ભરવા વિનંતી કરીએ છીએ. એક વચન, એક નિર્ણય, ઘણા લોકોના જીવ બચાવી શકે છે. ચાલો સાથે મળીએ અને ફરક લાવીએ!

संबंधित पोस्ट

NGOના FCRA રિન્યુઅલના નિર્દેશન સામે કેન્દ્રની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

Gujarat Desk

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીશ્રીઓને તેમના વિભાગોની ફાળવણી

Gujarat Desk

સુરત : પલસાણાના ચલથાણમાં રેલવે યાર્ડમાં ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું રો મટીરીયલ ઠલવાય છે : પ્રજા ત્રાહિમામ !

Karnavati 24 News

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ જોઇને જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે:- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

યુએસ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા; તો ટ્રમ્પ બોલ્યા ‘ટેરિફ હજુ પણ અમલમાં છે’

Gujarat Desk

મિઝોરમમાં શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો: આસામ રાઇફલ્સ

Gujarat Desk