Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ભારે હોબાળો મચ્યો



(જી.એન.એસ) તા. 24

વડોદરા,

તાજેતરમાં યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એક વાર એકજ મુદ્દા પર ભારે હોબાળો મચ્યો હતો. શાશકપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરોએ  વિશ્વામિત્રી પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના કારણે સામ સામે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

કોર્પોરેટરોનું કહેવું છે કે, વિશ્વામિત્રી રિપોર્ટ બનાવતી વખતે કોઈપણ પક્ષના સભ્યો, પર્યાવરણ નિષ્ણાતો કે સ્થાનિક લોકોના મંતવ્યો લેવામાં આવ્યા નથી. જેના કારણે પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ છે. કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની હાલત વર્ણવી હતી અને મેયર અને કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનું કહેવું છે કે, પ્રોજેક્ટના કારણે તેમના વિસ્તારની દુર્દશા થઈ છે.

ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરેએ સામાન્ય સભામાં પોતાના વિસ્તારની પરિસ્થિતિ વર્ણવી મેયર અને  કમિશનરને ઘેર્યા હતા. આ સમગ્ર મામલો હવે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના ટેન્ડર મુદ્દે રાજકારણ ગરમાયુ છે. વિશ્વામિત્રી પ્રોજેકટની સૈદ્ધાંતિક મંજૂરી મળી જશે. વિપક્ષના કોર્પોરેટરોનું કહેવું હતું કે 100 દિવસની અંદર વિશ્વામિત્રી નું પાણી ખાલી કરી પૂર નિવારણ નું મોટું કામ કરવામાં આવશે તેવી વાતો જે કરવામાં આવે છે તેમ કેટલું તથ્ય છે તે જોવાનું રહેશે.

संबंधित पोस्ट

બ્રાઝિલે રેફરી સીઝર રામોસ સામે FIFAમાં ફરિયાદ નોંધાવી, તેમને હટાવવાની માંગ કરી

Gujarat Desk

ચીન સાથે વિવાદના કરને, જાપાની તંત્ર દ્વારા માછીમારોને ફ્લેશપોઇન્ટ ટાપુઓથી દૂર રહેવા આદેશ

Gujarat Desk

પશ્ચિમ રેલવે દ્વારા આગામી 30 જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે 2 વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન

Gujarat Desk

જુનાગઢ ફટાકડા બજારમાં ભાવમાં 35 થી 40 ટકાનો ધરખમ વધારો

Admin

ગ્રીન સિટીથી ગ્લોબલ સિટી બનવા તરફ પાટનગર ગાંધીનગરનું પ્રયાણ

Gujarat Desk

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજીત રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૨૦૦૦ થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ નિર્માણાધીન :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk