Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પાટડી ITIના પ્રિન્સિપાલ પર હુમલો કરનારા બે વિદ્યાર્થીઓને દસ વર્ષની સજા થઇ



(જી.એન.એસ) તા.૧૭

સુરેન્દ્રનગર,

પાટડી આઇટીઆઇના પ્રિન્સિપાલ પર હુમલો કરનાર બે વિદ્યાર્થીને ધ્રાંગધ્રાની કોર્ટે દસ વર્ષની સજા ફકટાકરી છે. ૨૦૧૪માં વિરમગામના બે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. કોર્ટે બંને આરોપીને સજાની સાથે દસ–દસ હજારનો દંડ ફટકાર્યો છે. ધ્રાંગધ્રા શહેર રહેતા અને પાટડી આઈ.ટી.આઈ.માં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા મહેશભાઈ ચંદુભાઈ પરમારને વર્ષ ૨૦૧૪માં આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા અમીત બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ એ છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પ્રિન્સિપાલ મહેશભાઈ પરમારે બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.  આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં દાખલ થયો હતો જે તાજેતરમાં ચાલી જતા વકીલની દલીલો અને દસ્તાવેજી તેમજ મૌખિક પુરાવાઓને ધ્યાને લઈ એડીશ્નલ સેશન્સ જજએ બંને વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી ૧૦ વર્ષની સજા કરી હતી.  કોર્ટે બંને વિદ્યાર્થીને સજાની સાથે રૂા.૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

संबंधित पोस्ट

લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપનીઓનું અંદાજીત રૂ.૯૨,૫૦૦ કરોડનું વેચાણ…!!

Gujarat Desk

ગુજરાતના આ વર્ષના બજેટમાં જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની મંજૂરી આપી

Gujarat Desk

નવરાત્રીના ચોથા દિવસ માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે

Gujarat Desk

સુરતમાં મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતાં મોત નિપજ્યું

Gujarat Desk

આજ નું પંચાંગ (12/06/2025)

Gujarat Desk

પંજાબમાં ISI સમર્થિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ; પ્રજાસત્તાક દિવસ પહેલા બબ્બર ખાલસાના ૬ કાર્યકરોની ધરપકડ

Gujarat Desk