Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાવલી મંજુસર જી.આઇ.ડી.સી.ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી



(જી.એન.એસ) તા.૧૫

સાવલી,

સાવલી તાલુકા ના મંજુસર ખાતે આવેલ મારૃતિ કોર્પોરેશન પ્રા. લિ.  કંપનીમાં આગ લાગતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.ચારથી વધુ ફાયર ફાઈટર આગ ઓલવવા કામે લાગ્યા હતા. ભારે જહેમત બાદ આગ બુઝવવામાં સફળતા મળી હતી. જાણવા મળ્યા મુજબ સાવલીના મંજુસર ખાતે આવેલ મારૃતિ કંપની સલ્ફર  કેમિકલનું  ઉત્પાદન કરે છે. આજે સવારે  ૧૧ વાગ્યાની આસપાસ કંપનીમાં આગ લાગતા  ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. અચાનક વિકરાળ આગના પગલે જી.આઇ.ડી.સી.માં નાસભાગ સર્જાઇ હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જેના પગલે મંજુસર ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી. પરંતુ આગે વધુ વિકરાળ સ્વરૃપ ધારણ કરતા વડોદરા ફાયર  બ્રિગેડની મદદ લેવાઇ હતી.  ફાયર એન્જિન લઇને ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૃ કર્યા હતા. કંપનીની આજુબાજુ અન્ય કંપનીઓમાં પણ આગ ફેલાઇ હતી.કંપની સુધી  પહોંચવાના રસ્તાઓ સાંકડા  હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને સ્થળ પર પહોંચવામાં અને આગ બુઝવવામાં ભારે જહેમત ઉઠાવવી  પડી હતી. લાશ્કરોને  આગ પર  કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. આગ નું ચોક્કસ કારણ જાણવા  મળ્યું નથી અને કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, આ કંપનીમાં અગાઉ પણ આગ લાગી ચૂકી છે. 

संबंधित पोस्ट

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીની મતગણતરી અને પરિણામો

Gujarat Desk

BMC ચૂંટણી: રાજ ઠાકરેએ 53 MNS ઉમેદવારોની યાદી જાહેર કરી; એક ઉત્તર ભારતીય અને બે મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા

Gujarat Desk

સુપ્રીમ કોર્ટે 6 મહિનાની અંદર તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કેડર સમીક્ષાનો નિર્દેશ આપ્યો

Gujarat Desk

‘દેશ સૌનો છે’: RSS વડા મોહન ભાગવત જાતિ, સંપત્તિ કે ભાષાના આધારે લોકોનું મૂલ્યાંકન ન કરવા વિનંતી કરે છે

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા

Gujarat Desk

આર્ય કન્યા ગુરુકુળ તપોભૂમિમાં ડો. સવિતાદીદી એન. મહેતા મ્યુઝિયમ અને વિશ્વ ગુર્જરી લાઇબ્રેરીનું નિર્માણ

Admin