Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર

મંત્રીઓને પ્રભારી જિલ્લાની ફાળવણી.

(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

ગુજરાતમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી દીધી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે. જેમાં 9 મંત્રીઓને બે જિલ્લાની, 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

મંત્રીઓને પ્રભારી જિલ્લાની ફાળવણી કરાઇ છે જેમાં ડે. સીએમ હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરના પ્રભારી બનાવાયા છે જ્યારે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સુરત અને નવસારીના પ્રભારી બનાવાયા છે. ઉપરાંત કૃષિ મંત્રીને જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટના પ્રભારી બનાવાયા છે.

ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે તો કુંવરજી બાળિયાને પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે.

નરેશ પટેલને વલસાડ તથા તાપી ઉપરાંત અર્જુન મોઢવાડિયાને જામનગર અને દાહોદના પ્રભારી મંત્રી બનાવાયા છે. ડો.પ્રધ્યુમન વાજાને સાંબરકાંઠા તથા જૂનાગઢ જિલ્લાના અને રમણ સોલંકીને ખેડા તથા અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે.

ઇશ્વરસિંહ પટેલ નર્મદા, પ્રફુલ પાનસેરિયાને ભરુચ, ડો.મનિષા વકીલને છોટાઉદેપુર તથા પુરશોત્તમ સોલંકીને ગીરસોમનાથના પ્રભારી મંત્રી બનાવાયા છે.

કાંતિલાલ અમૃતિયાને કચ્છ, રમેશ કટારાને પંચમહાલ, દર્શનાબેન વાઘેલાને સુરેન્દ્રનગર તથા કૌશિક વેકરીયાને ભાવનગર તથા જૂનાગઢના સહ પ્રભારી મંત્રી બનાવાયા છે તો પ્રવિણ માળીને મહેસાણા તથા નર્મદા જિલ્લાના સહ પ્રભારી મંત્રી બનાવાયા છે. ડો. જયરામ ગામિતને ડાંગ, ત્રિકમ છાંગાને મોરબી તથા રાજકોટના સહપ્રભારી મંત્રી બનાવાયા છે તો કમલેશ પટેલને બનાસકાંઠા તથા વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી બનાવાયા છે.

સંજયસિંહ મહિડાને આણંદ તથા ભરુચના સહપ્રભારી મંત્રી બનાવાયા છે અને સ્વરુપજી ઠાકોર પાટણ તથા રિવાબા જાડેજાને બોટાદના પ્રભારી મંત્રી બનાવાયા છે. 

ઉલ્લેખનીય છે કે પ્રભારી મંત્રી જે તે જિલ્લાની જવાબદારી સંભળાતા હોય છે. જિલ્લાના વિકાસ કાર્યો, અને જિલ્લાની જરૂરિયાતોને પૂરી કરવા તેઓ સરકાર સાથે સંકલન કરે છે. દર વખતે નવી સરકાર બને ત્યારે જિલ્લાઓની વહિવટી સરળતા માટે પ્રભારી મંત્રીઓની નિમણૂંક થાય છે.

संबंधित पोस्ट

સંરક્ષણ મંત્રીએ યંત્ર ઇન્ડિયાને ‘મિનિરત્ન’ શ્રેણી-1નો દરજ્જો આપવા મંજૂરી આપી

Gujarat Desk

સીબીઆઇ કોર્ટે યુઆઇઆઇસીએલ, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને કુલ રૂ. 5.91 કરોડનો દંડ અને 5 વર્ષની સજા ફટકારી

Gujarat Desk

મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માતઃ લાકડા ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર વચ્ચે અથડામણ બાદ લાગી આગ

Karnavati 24 News

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ યોજાયો

Gujarat Desk

અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટશે, ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા: હવામાન વિભાગ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk