Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા શેત્રુંજી ડેમ પર કરાયેલી નયનરમ્ય રોશની ૧૫ મી ઓગસ્ટ સુધી

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા શેત્રુંજી ડેમ પર કરાયેલી નયનરમ્ય રોશની ૧૫ મી ઓગસ્ટ સુધી તેનાં ઓજસ પાથરશે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગઈકાલથી શરૂ થયેલાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતભૂમિનો એક પણ ખંડ ‘તિરંગા’ વગર ન રહે તેવાં લોકોના સ્વયંભૂ અભૂતપૂર્વ પ્રયાસો થકી ભારતની ધન્ય ધરા આજે તિરંગામય બની છે. ભારતની નદી, સરોવર, ડેમ, પહાડ, રણભૂમિ, વેરાન પ્રદેશ એમ તમામ જગ્યાએ ભારત દેશનું સ્વાભિમાન તિરંગાના લહેરાવવા સાથે છલકાઈ રહ્યું છે. તે ઉપક્રમમાં ભાવનગરની તૃષા છીપાવતો શેત્રુંજી ડેમ ભારતની આન, બાન શાનનાં પ્રતિક એવાં તિરંગાથી લહેરાઈને હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે. આ અગાઉ આ ડેમમાં ભારતીય તિરંગો શેત્રુંજી ડેમની અફાટ જળ રાશિમાં પણ લહેરાવવામાં આવ્યો હતો અને અત્યારે તેના કિનારે પણ ભારતમાતાનું સર ઉન્નત કરતાં નભ સાથે વાતો કરતાં લહેરી રહ્યો છે. શેત્રુંજી ડેમને કાંઠે કરાયેલી આ રોશની નયનરમ્ય તો છે જ પણ ભારતના દિવ્ય ઓજસ અને તેજસને પણ ફેલાવી રહ્યો છે. ડેમ ખાતે આ મેઘ ધનુષ્ય રંગોનો નજારો ૧૫ મી ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનો છે. આમ, ભાવનગર શહેર અને જિલ્લાને પાણીનું સિંચન કરતો આ ડેમ તેના મંદ-મંદ ઉછળતા લહેરોના કલરવ સાથે દેશભક્તિનું ગાન પણ પ્રસારિત કરી રહ્યો છે.

संबंधित पोस्ट

ભારતમાં આર્થિક સુધારાઓનો પ્રયાસ કરનારી સરકાર, પરંતુ સર્વસહમતિ ના બનતા રોકાઇ રહ્યો છે વિકાસઃ રઘુરામ રાજન

Karnavati 24 News

દિલ્હીમાં 500 ત્રિરંગા સ્થાપિત કરવામાં આવશે, આ કામો જોવા માટે સ્વયંસેવકોની સમિતિ બનાવવામાં આવશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી

Karnavati 24 News

પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે, 30 મેના રોજ નવી દિલ્હી પહોંચશે, સિંધુ જળ સંધિ સંબંધિત 3 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર થશે ચર્ચા

Karnavati 24 News

જીતુ વાઘાણી પર વાંરવાર કટાક્ષ કરી આપ દિલ્હીમાં રહીને આડકતરી રીતે પ્રચાર કરી રહ્યું છે, જાણો કેમ

Karnavati 24 News

દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટનઃ મોદીએ કહ્યું- 8 વર્ષ પહેલા ખેડૂતો યુરિયા માટે લાકડીઓ ખાતા હતા, અમે 5 બંધ ફેક્ટરીઓ ખોલી

Karnavati 24 News

કાલે કેદારનાથના દર્શનની પ્રતીક્ષા સમાપ્ત થશે, ગૌરીકુંડથી ધામ સુધી ભક્તોનું ટોળું વધ્યું, મહાદેવનો જયજયકાર