Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વર્લ્ડ બેંકના સાઉથ એશિયા રિજનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની મુખ્યમંત્રીશ્રી ની સાથે વન ટુ વન બેઠક

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડ બેંકના સાઉથ એશિયાના વાઈસ પ્રેસિડન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની વન ટુ વન બેઠક ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ હતી

(જી.એન.એસ) તા. 9

મહેસાણા,

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઉત્તર ગુજરાતની આવૃત્તિ મહેસાણાના ખેરવા ખાતે આજથી બે દિવસ માટે યોજાઇ રહી છે.

આ VGRCના  પ્રથમ દિવસે વન ટુ વન બેઠક ઉપક્રમમાં વર્લ્ડ બેંકના સાઉથ એશિયા ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રીની સાથે બેઠક યોજી હતી

તેમણે ગુજરાતના વેપારીઓ – ઉદ્યોગ  સાહસિકોને ગ્લોબલ વેલ્યુ ચેનમાં જોડવા માટે વર્લ્ડ બેન્કની ઉત્સુકતા દર્શાવી હતી.

તેમણે ગુજરાતીઓની વેપાર કુશળતા અને બજાર વ્યવસાયની ક્ષમતાઓની પ્રશંસા પણ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી સાથેની વાતચીતમાં તેમણે કાર્બન ક્રેડિટ લિંક ફાઇનાન્સ પ્રોડક્ટ દ્વારા સસ્ટેનેબલ ફાઇનાન્સિંગની નવી દિશા ખુલી શકે તેમ છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે VGRCના  પ્રદર્શનમાં વર્લ્ડ બેંકના સ્ટોલમાં તેમણે જે રાજ્યો – રાષ્ટ્રોને એગ્રીકલ્ચર સેક્ટર માટે ફાઇનાન્સિંગ કરેલ છે તેની બેસ્ટ પ્રેક્ટિસિસ દર્શાવી છે તેની પ્રશંસા કરી હતી.

તેમણે આવી બેસ્ટ પ્રેક્ટિસિસનું શેરિંગ ગુજરાત સાથે થઈ શકે તે માટે અનુરોધ કર્યો હતો.

એડ ટેક જેવા ઉભરતા ક્ષેત્રોમાં જે વિકાસ સંભાવનાઓ છે તેને વર્લ્ડ બેન્કના સહયોગ થી રાજ્યમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી.

આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે દાસ, કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રી હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંધ, સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.

संबंधित पोस्ट

ભારત ‘પ્રોજેક્ટ વિષ્ણુ’ હેઠળ વિકસિત અદ્યતન હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરવા માટે તૈયાર

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

Gujarat Desk

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે: જય શાહ

Gujarat Desk

કેનેડાના પીએમ માર્ક કાર્ને ટ્રમ્પના નેતૃત્વ હેઠળની યુએસ નીતિઓની ટીકા કરી, કહ્યું કે નિયમો આધારિત આદેશ જૂઠો હતો

Gujarat Desk

ઓફર ફોર સેલ દ્વારા કંપનીઓએ રૂ.૯૬૦૦૦ કરોડ એકત્ર કર્યા…!!

Gujarat Desk

કાનપુર હિંસા પર સપાના ધારાસભ્યોએ અખિલેશને રિપોર્ટ સુપરત કર્યો: ભાજપ પર એકપક્ષીય કાર્યવાહીનો આરોપ, પક્ષના નેતાઓ હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે

Karnavati 24 News