Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર


6 ગેમ્સ અને 600થી વધુ ખેલાડીઓ: માધવપુરના રળિયામણા દરિયાકિનારે બીચ ફૂટબૉલ, બીચ કબડ્ડી, અખાડા કુસ્તી, રસ્સાખેંચ જેવી રમતોનો જામશે રંગ

(જી.એન.એસ) તા. 2

માધવપુર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના રૂકમિણીજી અને ગુજરાતના શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરે છે. આ વખતે પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં 600થી વધુ ખેલાડીઓ વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.

6 ગેમ્સ અને 600થી વધુ ખેલાડીઓ: માધવપુરના રળિયામણા બીચ ઉપર જામશે રમતોનો રંગ

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ખાતે ભવ્ય માધવપુર ઘેડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે માધવપુર ઘેડ મેળામાં વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના 352 પુરુષો અને 272 મહિલાઓ મળીને કુલ 624 ખેલાડીઓ ભાગ લેશે. માધવપુરના રળિયામણા દરિયાકિનારે 5 A-સાઇડ બીચ ફૂટબૉલ, બીચ કબડ્ડી, અખાડા કુસ્તી, રસ્સાખેંચ, 80 અને 60 મીટર બીચ રન, કોકોનટ થ્રો જેવી રમતોની રંગત જામશે.

બીચ ફૂટબૉલ અને બીચ કબડ્ડીની રમતોમાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ ભાગ લેશે જ્યારે અન્ય રમતોમાં સ્થાનિક ખેલાડીઓ તેમની પ્રતિભાનું પ્રદર્શન કરશે. ખેલાડીઓ માટે પોરબંદર અને જૂનાગઢ ખાતે અનુક્રમે નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને અન્ય સ્થાનિક જગ્યાએ રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તેમને સ્પોર્ટ્સ વેન્યૂ સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે.

બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપી રહી છે ગુજરાત સરકાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે 18થી 21 માર્ચ દરમ્યાન સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે માધવપુર ઘેડ મેળામાં પણ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલાડીઓને ખીલવાની તક મળવા જઈ રહી છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવાની અને દરિયાકિનારાના સુંદર વાતાવરણમાં રમતોનો આનંદ માણવાની અનોખી તક પૂરી પડે છે.

संबंधित पोस्ट

ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટીને ૬૯૯.૯૬ અબજ ડોલર…!!

Gujarat Desk

સાવરકુંડલામાં ટ્રક ખાલી કરવા બાબતે બે જૂથ બાખડયા, ૪ ઘાયલ થયા

Gujarat Desk

શહેરી વિકાસ વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ; 20 વર્ષ શહેરી વિકાસનાઃ ₹2548 કરોડના ખર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Gujarat Desk

ઈરાન પર કાર્યવાહીની નિંદા કરતા UNHRCના ઠરાવ સામે ભારતે મતદાન કર્યું, તેહરાને સમર્થન માટે નવી દિલ્હીનો આભાર માન્યો

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સી.પી. રાધાકૃષ્ણનની મુલાકાત લઈ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ પાઠવ્યા અભિનંદન

Gujarat Desk

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Gujarat Desk