Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં હળવદ પોલીસે પકડેલા ધ્રાંગધ્રાના અંકેવાળીયાના શખ્સની પૂછપરછમાં તેણે દાડમ રૂ.14 હજાર 760ના ખોડુની વાડીમાંથી ચોર્યાનું ખૂલ્યું હતું. આથી ખેતર માલિકને જાણ કરાતા તેઓએ જોરાવરનગર પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

…વઢવાણ 80 ફૂટ રોડ પટેલ સોસાયટીના રહીશ પરેશ વ્રજલાલ મોટકાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને દાડમ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ વઢવાણના ખોડુ ગામની સીમમાં અંકેવાળીયા રોડ પર ખેતીની જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે. તેઓ વાડીમાં હતા, ત્યારે દાડમ નીચે વિખેરાયેલા પડ્યાં હતા. તપાસ કરતા આસપાસના ઝાડ પરથી દાડમ તોડાયા હોવાનું જણાયું હતું. આથી તપાસ કરતા હતા, ત્યાં હળવદ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, ધ્રાંગધ્રાના અંકેવાળીયાના મુકેશ ગોરધનભાઇ હળવદીયા પાસેથી રોકડા રૂ.14 હજાર 460 હરિયાળી ફ્રૂટ માર્કેટનું બિલ મળ્યું છે. પૂછપરછમાં તેને ખોડુ ગામની સીમમાંથી વ્રજલાલ પટેલની વાડીમાંથી દાડમ 360 કિલો ચોર્યાનું જણાવ્યું હતું. જ્યારે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

संबंधित पोस्ट

ફારૂક મન્સૂરીની તપાસમાં હાલારી જૂથનું કૌભાંડ ખુલ્યુ . . .

Karnavati 24 News

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Karnavati 24 News

સુરતની સચિન પોલીસે શંકાસ્પદ હાલતમાં સરકારી અનાજની ચાર ગાડીઓ ઝડપીને કાર્યવાહી કરી

Admin

 સમગ્ર ગુજરાત અને દેશની તુલનાએ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો:- IG પાંડિયન

Karnavati 24 News

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડી તથા બનાવટી લાઇસન્સના ગુનાના કામે છેલ્લા સાત માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને પકડી પાડની અમરેલી રૂરલ પોલીસ ટીમ

Karnavati 24 News

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin