Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં આપશે હાજરી, પ્રિયંકા ગાંઘી પણ રહી શકે છે હાજર

માનહાનીના કેસમાં સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા આજે સુરત કોર્ટમાં અરજી કરવામાં આવશે. રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરશે. તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે. સજા સંભળાવ્યા બાદ 11 દિવસ બાહ રાહુલ કરશે કાર્યવાહી કરવામાં આવશે. સુરત જિલ્લા અને સેશન્સ કોર્ટની સીજેએમ કોર્ટના નિર્ણયને પગલે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. ત્યારે રાહુલ ગાંધી નીચલી કોર્ટના નિર્ણયને સુરતની સેશન્સ કોર્ટમાં પડકારશે. 
 
સુરત કોર્ટે તાજેતરમાં જ બે વર્ષની સજા રાહુલ ગાંધીને સંભળાવી છે. ત્યારે 11 દિવસ બાહ રાહુલ ગાંધી કાયદાકીય કાર્યવાહી કરશે. કોર્ટની સજા બાદ રાહુલે સાંસદપદ ગુમાવવું પડ્યું છે. જેને લઈને રાજકારણ પણ દેશભરમાં ભાજપ કોંગ્રેસના નિવેદનોને લઈને ગરમાયું છે. ત્યારે આ મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ પણ વધી છે. આજે સુરત સેશન્સ કોર્ટમાં પ્રિયંકા ગાંઘી પણ રાહુલ ગાંધી સાથે સુરતમાં હાજરી આપશે આ સિવાય કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ જેમ કે, સીએમ અશોક ગેહલોત અને ભૂપુશે બઘેલ પણ હાજર રહેશે. 

નિર્ણય યથાવત રહેશે તો હાઈકોર્ટમાં કરી શકે છે અરજી
સુરતની સી.જે.એમ. કોર્ટના 168 પાનાના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ પિટિશન લગભગ તૈયાર છે. રાહુલ ગાંધીને કોર્ટમાંથી ઘણી રીતે રાહત મળી શકે છે. જો નિર્ણય યથાવત રહેશે તો કોંગ્રેસના નેતાએ હાઈકોર્ટમાં જવું પડશે. પાર્ટીને ડર છે કે ચૂંટણી પંચ લક્ષદ્વીપના સાંસદની જેમ વાયનાડમાં પણ ચૂંટણીની જાહેરાત કરી શકે છે.  

કોંગ્રેસ આ મુદ્દા સાથે સરખાવીને વિરોધ કરી રહી છે 
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાના મુદ્દાને અદાણી મુદ્દા સાથે જોડ્યો છે. પાર્ટી આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. અગાઉ ગુજરાત સહીત દેશભરમાં આ મામલે ભારે વિરોધ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે અન્ય કેટલાક મોટા આરોપો પણ લગાવવામાં આવ્યા છે. જો કે, હવે જોવાનું એ રહ્યું કે, આગામી સમયમાં આ મામલો ક્યાં પહોંચી શકે છે.  

संबंधित पोस्ट

बीजेपी छत्तीसगढ में 15 मार्च को करेगी बडा विरोध, ईस मामले को प्रदेश अध्यक्षने उठाए सवाल

Karnavati 24 News

मुलायम की सीट से बहू डिंपल लड़ेंगी चुनाव।

Admin

लखनऊ : अखिलेश और शिवपाल अब सदन में बैठेंगे अगल बगल

Admin

NCP માં ગુજરાત ના ઉપ પ્રમુખ તરીકે પિયુષ પટેલ ની નિમણુંક

Karnavati 24 News

राहुल गांधी द्वारा वीर सावरकर के बारे में दिए गए बयान की हिंदू महासभा के लोगों ने की घोर निंदा

Admin

चुनाव से ठीक पहले जातिगत समीकरण साधने बेठी गहलोत सरकार

Admin