Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારેથી વાદળોની ગર્જના અને ઠંડા પવનથી વાતાવરણમાં પલટો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લાગણી

(જી.એન.એસ) તા. ૨૨

સુરત/વાપી/વલસાડ,

અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે વાદળોની ગર્જના અને ઠંડા પવન સાથે વરસાદી માહોલ જામતા ચોમાસાની શરૂઆતનો અહેસાસ થયો હતો. સવારના 6 થી 8 વાગ્યાની વચ્ચે વલસાડ તાલુકાના અનેક ગામોમાં સરેરાશ 25 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

વરસાદ સાથે આશરે 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાયો હતો. પવન અને વરસાદના સંયુક્ત પ્રભાવથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારાથી શહેરવાસીઓને મોટી રાહત મળી હતી.

તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નવસારીના ચોરવણી, નિરપણ, મોરાઆંબા, ખાટાઆંબા, કણધા, અંકલાછ અને જેવા સરહદી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અને ઠંડા પવનોના કારણે ચોમાસાની સક્રિય શરૂઆતનો માહોલ સર્જાયો હતો. હવામાનની સ્થિતિને જોતા આગામી દિવસોમાં પણ જિલ્લામાં વધુ વરસાદી ઝાપટાં નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેઘરાજાના આ આગમનથી ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે

જિલ્લાના વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. બે કલાકના સમયગાળામાં આશરે 25 મીમી વરસાદ નોંધાતા ખેતરોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. વરસાદી માહોલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળીનું દ્રશ્ય પણ જોવા મળ્યું હતું.

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગર વાપી સહિત ધરમપુર અને કપરાડાના અનેક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણીના વહેણ જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ખેતરો સુધી પહોંચતા ખેડૂતોમાં આશાવાદનું વાતાવરણ જોવા મળ્યું હતું.

વલસાડ જિલ્લામાં મેઘરાજાના વિધિવત પ્રવેશ સાથે જ ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને કુદરતે હરિયાળીનો રંગ ચઢાવવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં ચોમાસાની આ પ્રથમ નોંધપાત્ર વરસાદી પધરામણીને લોકો આનંદપૂર્વક આવકારી રહ્યા છે, જ્યારે ખેડૂતો માટે આ વરસાદ નવા કૃષિ સત્રની શુભ શરૂઆત બની રહ્યો છે.

વાપી શહેરમાં વહેલી સવારે વરસાદ વરસતા શહેરના અનેક મુખ્ય અને આંતરિક માર્ગો ભીના થઈ ગયા હતા. કેટલાક સ્થળોએ રોડ ઉપર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઓફિસ અને નોકરીએ જવા નીકળેલા લોકોને વરસાદના કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, લાંબા સમયથી વરસાદની રાહ જોતા લોકો માટે આ વરસાદ ખુશીના સમાચાર લઈને આવ્યો હતો. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે લોકો છત્રી અને રેઇનકોટ સાથે પોતાના રોજિંદા કામકાજ માટે નીકળ્યા હતા.

તાપી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વ્યારા, વાલોડ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાંબા સમય બાદ મેઘરાજાએ મહેર કરતા ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે વરસાદના આગમનથી લોકોને મોટી રાહત મળી છે.

તાપી જિલ્લાના વ્યારા, વાલોડ સહીત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને ગરમીનો પ્રકોપ ઘટ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદના અભાવે ખેતીની તૈયારીઓ પર અસર પડી રહી હતી. પરંતુ, હવે વરસાદ શરૂ થતાં ખેતરોમાં ભેજનું પ્રમાણ વધશે અને વાવણીની કામગીરીને વેગ મળશે. ખાસ કરીને મકાઈ, તુવેર અને અન્ય ખરીફ પાકોની વાવણી માટે વરસાદ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે. જોકે ખેડૂતો હજુ પણ વાવણી લાયક અને સતત સારો વરસાદ થવાની રાહ જોઈ રહ્યા છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની તૈયારીઓ તેજ બની છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંદેશથી વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને મળ્યું યોગ્ય માર્ગદર્શન

Gujarat Desk

આજ નું પંચાંગ (11/09/2025)

Gujarat Desk

ખાંભા તાલુકામા તેમજ ગીરના ગામડાઓમા અનરાધાર વરસાદ નદી નાળા છલકાયા

Karnavati 24 News

Wer glaubt, alle Online Casinos werden gleich, kennt das innovative Oscarspin Spielsalon noch gar nicht

Gujarat Desk

ટેરિફ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત : IMFનો ૬.૬% ગ્રોથ અંદાજ યથાવત્…!!

Gujarat Desk

eleven Cannot-Skip Vegas Activity Experience

Gujarat Desk