Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુન્દ્રાથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ગયેલા ત્રણ કન્ટેનરને રોકીને અઢી કરોડની સોપારીનો જથ્થો ઝડપી પાડયો



(જી.એન.એસ) તા.૧૭

ભુજ,

મુન્દ્રાથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ગયેલા ત્રણ કન્ટેનરને જામનગર ડી.આર. આઇ. ની ટીમે રોકીને તેમાંથી અઢી કરોડની સોપારીનો જથ્થો ઝડપી પાડયો હતો.પ્રોસેસ ઓઇલ જાહેર કરીને તેમાં સોપારી મોકલવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઇથી ત્રણ કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા જ્યાંથી ત્રણ કન્ટેનર દિલ્હીની પેઢીને રવાના કરવામાં આવ્યા હતા આ ત્રણ કન્ટેનરમાં સોપારી છે તેવી બાતમી જામનગર ડી.આર .આઈની ટીમને મળતા તુગલખાબાદ પાસેથી આ કન્ટેનર ચેક કરતા તેમાંથી ૩૫ ટન પ્રતિબંધિત સોપારી જેની કિંમત અઢી કરોડ થવા જાય છે આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે  દિલ્હીની જે પેઢીએ મંગાવ્યો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. હાલ આ કેસમાં તમામ પાસા તપાસવામાં આવી રહ્યા છે . ઉલ્લેખનીય એ છે કે મુન્દ્રા પોર્ટથી અગાઉ પણ સોપારીનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે ત્યારે આ સમગ્ર કામગીરીમાં મોટા માથાઓ સક્રિય બન્યા છે તે એક હકીકત છે

संबंधित पोस्ट

કોઈ ભેદભાવ નહીં, કોઈ કાયદાનો દુરુપયોગ કરી શકે નહીં: ધર્મેન્દ્ર પ્રધાન નવા UGC નિયમો પર

Gujarat Desk

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા

Gujarat Desk

સુરતમાં ગણેશ વિસર્જન માટે 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા તૈયાર, પોલીસ તંત્ર પણ ખડે પગે રહેશે તૈનાત

Gujarat Desk

રાજ્યના આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની જાહેરાત પછી તરત જ પંચની રચના અને માત્ર એક જ મહિનામાં પંચનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત

Gujarat Desk

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

Gujarat Desk