Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહાકુંભથી પરત ફરી રહેલા પરિવારને બિહારના આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નડ્યો અકસ્માત, 6 ના મોત



(જી.એન.એસ) તા. 21

પટના,

બિહારના આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ભયંકર માર્ગ અકસ્માતની પેટ્રોલ પંપ પાસે બની હતી, જેમાં એક ગાડી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીના ટુકડા થઈ ગયા, આ અકસ્માતમાં ગાડીમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.

આ અકસ્માતમાં મૃતકોમાં 4 મહિલાઓ અને 2 પુરુષો છે. પટનાના જક્કનપુર સ્થિત સુદામા કોલોનીના રહેવાસી સ્વ. વિષ્ણુ દેવ પ્રસાદને પુત્ર સંજય કુમાર, પત્ની કરુણા દેવી, પુત્ર લાલ બાબુ સિંહ અને તેમની ભત્રીજી પ્રિયમ કુમારી છે. આ ઉપરાંત, પટનાના કુમ્હરાર નિવાસી આનંદ સિંહની પુત્રી આશા કિરણ અને ચંદ્રભૂષણ પ્રસાદની પુત્રી જુહી રાની છે. મૃતક સંજયના ભાઈ કૌશલેન્દ્રએ જણાવ્યું કે બુધવારે એક સ્કોર્પિયોમાં 7 લોકો અને બલેનો કારમાં પતિ-પત્ની, પુત્ર અને ભત્રીજી સહિત 6 લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી મહાસ્નાન કરવા ગયા હતા. પ્રયાગરાજથી પરત ફરતી વખતે, સંજય કુમારનો પુત્ર લાલ બાબુ કાર ચલાવીને પટના જઈ રહ્યો હતો  આ દરમિયાન, લાલ બાબુને ઝોકુ આવી જતા કારનો ભયાનક અકસ્માત થયો હતો.

આ અકસ્માત થયાના સમાચાર મળતાજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને બહાર કાઢ્યા. માર્યા ગયેલા લોકો એક જ પરિવારના હતા. આ પરિવાર પટનાના જક્કનપુરનો રહેવાસી છે અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો. મૃતકોના સંબંધીઓએ જણાવ્યું કે, બધા લોકો ગઈકાલે મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા. શુક્રવારે સવારે ડ્રાઇવરને ઝોંકુ આવી જતા કાર ટ્રક સાથે અથડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા. કારનું એક વ્હીલ 20 ફૂટ દૂર પડેલું મળી આવ્યું. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.

संबंधित पोस्ट

ભગવાન શ્રી બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ગુજરાત સહિત ભારતભરમાં ઉજવાશે

Gujarat Desk

આજ નું પંચાંગ (13/06/2025)

Gujarat Desk

પ્રભુજી પીપળીયા ગામે વાડીનાં ગોડાઉનમાં ખેડૂતનો આપઘાત

Gujarat Desk

અનિરૂદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર: પોપટ સોરઠિયા હત્યા કેસમાં જૂનાગઢ જેલ હવાલે

Gujarat Desk

ટ્રમ્પે ક્યુબાને તેલ વેચતા દેશો પર ટેરિફ લગાવવાની ધમકી આપી, મેક્સિકો પર દબાણ વધ્યું

Gujarat Desk

જામનગરમાં યુવાન પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો, CCTVમાં સામે આવી ઘટના

Gujarat Desk