Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બિલ્ડરોનું 2000 કરોડથી વધુનું કૌભાંડ!  સુરતમાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી ખેડૂતની જમીન પચાવી પાડી



(જી.એન.એસ) તા.૪

સુરત,

અનુસંધાને જમીન માફિયા સામે કાર્યવાહીનો સંતોષ ન જણાતાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી સુરત શહેરમાં બિલ્ડરોએ ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટ વેચી 2000 કરોડથી વધુનું કૌભાંડ  આચર્યુ હોવાની CID ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે. બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે 5 લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. CID ક્રાઈમે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ 1ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2022માં જીગ્નેશભાઈ નામક બ્રોકર ખેડૂત આઝાદ ચતુરભાઈ રામોલિયા પાસે બ્લોક નંબર 803નું પ્રોપટી કાર્ડ લઈ જમીનના વેચાણ અંગે વાત કરી હતી. ખેડૂત રામોલિયાએ ડુમસ વિસ્તારમાં બ્લોક નંબર 815, 801-4, 83, 787-2વાળી જમીન ખરીદી હતી. રામોલિયાએ વેબસાઈટ પર ચેક કરતા જમીનના સર્વે નંબરો અલગ અલગ દેખાતા હતા. જુદી જુદી વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી 2500 કરોડનું મસમોટું કૌભાંડ આચર્યુ હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ ષડયંત્રમાં તતકાલિન નાયબ નિયામક કે.પી.ગામીત, ભાગીદારો મનહર કાકડિયા, પ્રકાશ આસવાની, લોકનાથ ગંભીર,નરેશ શાહ વિરૂદ્ધ CID ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે જમીન કૌભાંડ બાબતે ખેડૂત આઝાદ રામોલીયાએ ઓગસ્ટ 2023માં સુરત પોલીસમાં ફરિયાદ કરી હતી, અનુસંધાને જમીન માફિયા સામે કાર્યવાહીનો સંતોષ ન જણાતાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતે પોતાની જમીન બિનખેતીની છે કે નહીં તે જાણવા 19 ફેબ્રુઆરી, 2018માં કલેક્ટરને પત્ર લખ્યો હતો. ત્યારે જવાબ મળ્યો હતો કે કોઈ જમીન બિનખેતીની ન થઈ શકે. ત્યારપછી પ્રોપર્ટી કાર્ડ રદ કરવા અરજી કરાઈ હતી પરંતુ કાર્ડ રદ કરાયું નહોતું.

संबंधित पोस्ट

 ચાણસ્માની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

અમેરિકામાં પ્રતિબંધ ટાળવા માટે TikTok એ અમેરિકન રોકાણકારો સાથે લાંબા સમયથી રાહ જોવાતી ડીલ કરી

Gujarat Desk

પાટણ ની ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં અભિજ્ઞાન શાંકુન્તલ પુસ્તક વિશે પ્રવચન યોજાયું

Admin

ગોવાના પ્રધાન એલેક્સો સિક્વેરા કેબિનેટમાંથી લીધી વિદાય, તેમના સ્થાને દિગંબર કામત લેવામાં આવશે

Gujarat Desk

મહીસાગર ખાતે હાઇડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના : પાંચ યુવકો લાપતા

Gujarat Desk

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

Gujarat Desk