Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બિટકોઈનમાં કડાકા બાદ રિકવરી : ફેડના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ ક્રિપ્ટોમાં લેવાલી…!!

ગયા સપ્તાહના જોરદાર ધબડકા બાદ બિટકોઈનમાં નવા સપ્તાહની શરૂઆતથી જ રિકવરી સાથે થઈ છે. મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ફરી એકવાર ૧,૧૫,૦૦૦ ડોલરના સ્તરને પાર કરી ગયો છે, કારણ કે રોકાણકારો ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારો નીચા સ્તરે લેવાલી કરી રહ્યા છે. ટ્રમ્પ દ્વારા ચીનમાંથી આયાત થતા તમામ સોફ્ટવેર પર ૧૦૦% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ ગયા સપ્તાહમાં ક્રિપ્ટો માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.

બિટકોઈને તેના ઓલટાઈમ હાઈ ૧,૨૬,૧૯૮ ડોલરના સ્તર પરથી ધબડકો ખાઈ ૧,૧૧,૩૦૦ ડોલર સુધી નીચે આવ્યો હતો. આ ધબડકાના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં ૧૯ અબજ ડોલરનું ધોવાણ થયું હતું. જે ક્રિપ્ટો ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હતું. તેથી વર્તમાન સપ્તાહના પ્રારંભમાં અનેક હકારાત્મક પરિબળો જોવા મળ્યા છે. હમાસ દ્વારા ઈઝરાયલના કેટલાક બંધકોને મુક્ત કરવાના અહેવાલો બાદ યુદ્ધવિરામની શક્યતા વધી છે, જેનાથી બજારમાં વિશ્વાસ વધ્યો છે.

સાથે જ, આ મહિનાના અંતે યોજાનારી અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની આશાએ પણ બિટકોઈનમાં રિકવરી જોવા મળી રહી છે. બિટકોઈન ઉપરાંત અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સી એથરમ પણ તેજી દર્શાવી રહ્યો છે. ગયા સપ્તાહમાં એથરમનો ભાવ ૩૭૯૮ ડોલર સુધી ઘટ્યો હતો, પરંતુ હવે તે ફરીથી ૪૦૦૦ ડોલરને પાર કરી ગયો છે. રોકાણકારોની નજર હવે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના આવનારા ભાષણ પર ટકેલી છે. વ્યાજ દરમાં કપાત અંગેના કોઈપણ હકારાત્મક સંકેત ક્રિપ્ટો માર્કેટ માટે વધુ ઉછાળો લાવી શકે છે.

संबंधित पोस्ट

શુક્રવારે અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડ્યો…!!!

Gujarat Desk

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ યુવક ઝડપાયા, લૂંટ કરવાનું કારણ જાણી ચોંકી જશો!

Karnavati 24 News

આજ નું પંચાંગ (૨૧/૦૧/૨૦૨૬)

Gujarat Desk

રાજસ્થાનમાં વધુ એક ‘બ્લુ ડ્રમ મર્ડર’: પીડિતાની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ

Gujarat Desk