Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નરેશ પટેલ, જયેશ રાદડિયા એક મંચ પર ભેગા થયા, બન્નેએ હાથમાં હાથ મિલાવીને બન્ને એક હોવાનો સંદેશ લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ

(જી.એન.એસ) તા. ૭

અચાનક ઊંઘમાંથી જાગેલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કારણે, ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડનારી અસર ખાળવા માટેની કવાયત આદરી છે. આજે રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે, ગુજરાત ભાજપના નવા વરાયેલ પ્રદેશ પ્રમુખ અને ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો, પાટીદાર પ્રધાનો, ધારાસભ્યો, પાટીદાર પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

અમુક મીડિયા સુત્રો અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ગુજરાતમાં તાજેતરમાં વિસાવદરની યોજાયેલ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત હરીફ થઈને ઊભરે નહીં તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સૌ એક હોવાનો સંદેશ, પાટીદાર આગેવાનોએ એક મંચ પર આવીને આપ્યો છે.

સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે એક વાત એવી ચર્ચાઈ રહી છે કે, ખોડલધામના નરેશ પટેલ અને શક્તિશાળી પાટીદાર નેતા જયેશ રાદડિયા છેલ્લા ઘણા સમયથી સામસામી ઘરી પર બેઠા છે. બન્ને પાટીદાર આગેવાનો વચ્ચે કોઈ મુદ્દે ભારે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાના સમાચાર અવારનવાર માધ્યમોમાં ચમકી રહ્યાં હતા. આવા સંજોગોમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકજ મંચ પર ભેગા થયા હતા, તેમજ બન્નેએ હાથમાં હાથ મિલાવીને બન્ને એક હોવાનો સંદેશ લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુજરાતના શિક્ષણ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ, નરેશ પટેલ અને જયેશ રાદડીયાને બાથ ભીડીને ગળે લગાડયા હતા. આમ કરીને એક એવો સંદેશ વહેતો કરવાનો પ્રયાસ કર્યો હતો કે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મનદુખ કે ગજગ્રાહ નથી, કે નથી સામસામી ધરી પર. આ સ્પષ્ટ સંદેશ માત્ર પાટીદારને જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય રાજકીય પક્ષને પણ હોવાનું રાજકીય વિશ્લેષકોનુ માનવુ છે.

संबंधित पोस्ट

ઉત્તરપૂર્વમાં પૂરની સ્થિતિ, યુપીના 14 જિલ્લાઓમાં વાવાઝોડા માટે નારંગી ચેતવણી, IMD દ્વારા આજે રાજ્યોમાં વરસાદની આગાહી

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત

Gujarat Desk

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે : અમદાવાદ જિલ્લામાં વિદ્યાર્થીઓ, યુવા વર્ગ વ્યસનથી દૂર રહે તે માટે સઘન ઝુંબેશ હાથ ધરાઇ

Gujarat Desk

રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા

Gujarat Desk