Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 17.01 લાખ નવા કામદારો નોંધાયા



(જી.એન.એસ) તા. 21

નવી દિલ્હી,

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર, 2024માં 17.01 લાખ નવા કામદારો ઉમેરાયા હતા.

ડિસેમ્બર, 2024માં 20,360 નવી સંસ્થાઓને ESI યોજનાના સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવી છે. જેનાથી કામદારોને વધુ સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થાય છે.

ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 17.01 લાખ કર્મચારીઓમાંથી 8.22 લાખ કર્મચારીઓ 25 વર્ષ સુધીની વય જૂથના છે. આ સંખ્યા કુલ નોંધાયેલા કર્મચારીઓના આશરે 48.35 ટકા છે.

પગારપત્રક ડેટાના લિંગ વિશ્લેષણ મુજબ, ડિસેમ્બર, 2024માં મહિલા સભ્યોની કુલ નોંધણી 3.46 લાખ હતી. આ ઉપરાંત, ડિસેમ્બર, 2024માં કુલ 73 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓએ પણ ESI યોજના હેઠળ નોંધણી કરાવી છે. જે સમાજના દરેક વર્ગ સુધી તેના લાભો પહોંચાડવા માટે ESIC ની પ્રતિબદ્ધતા સાબિત કરે છે. ડેટા જનરેશન એક ચાલુ પ્રક્રિયા હોવાથી પગારપત્રકના આંકડા કામચલાઉ છે.

संबंधित पोस्ट

ઝારખંડના ખેડૂતોને ડાંગર માટે કેન્દ્રના MSP કરતાં ₹81 પ્રતિ ક્વિન્ટલ બોનસ મળશે

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ-વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ

Gujarat Desk

19 ફેબ્રુઆરી: સોઇલ હેલ્થ કાર્ડ દિવસ

Gujarat Desk

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

Karnavati 24 News