Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા


(જી.એન.એસ) તા. 7

વિરપુર,

પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને ખૂબ મોટા જન આક્રોશ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે આખરે ભાન આવ્યું છે. વીરપુરમાં શ્રી જલારામ બાપાના મંદિરે પહોંચીને સ્વામીએ આખરે માફી માગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા શ્રી જલારામ બાપા અંગે કરેલી વિવાદિત ટિપ્પ્ણી બાદ રઘુવંશી સમાજ અને બાપાના ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્વામી રૂબરૂ શ્રી જલારામ બાપાનાં મંદિરે આવી માફી માંગે તેવી માંગો ઊઠી હતી.

આ વિવાદ વધતા શુક્રવારે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર ખાતે શ્રી જલારામ બાપાનાં મંદિરે પહોંચ્યા હતા. નંબર પ્લેટ વિનાની બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં વીરપુર આવ્યા હતા. સ્વામીને વીરપુરમાં પાછળની જગ્યાથી જલારામ બાપા મંદિરે લઈ જવાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી જેવામાં આવ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ શ્રી જલારામ બાપાનાં મંદિરે રૂબરૂ આવીને માફી માગી હતી. જો કે, આ દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામી મીડિયાને જવાબ આપવાથી બચ્યાં હતા. નોંધનીય છે કે, અગાઉ પણ સ્વામીએ વીડિયો બનાવીને માફી માગી હતી. પરંતુ, બાપાનાં ભક્તોમાં રોષ હજી પણ યથાવત જોવા મળ્યો હતો.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (૨૮/૦૬/૨૦૨૬)

Gujarat Desk

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

નીતિ આયોગે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ‘ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સહસંયોજનનું નિર્માણ’ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું

Gujarat Desk

કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવાની પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ

Gujarat Desk

કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૭,૪૨૪ હેક્ટરમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

Gujarat Desk

તેલંગાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર; 11 ફેબ્રુઆરીએ મતદાન, 13 ફેબ્રુઆરીએ પરિણામો

Gujarat Desk