Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 10.11 લાખનો દારૂ કબજે કર્યો



(જી.એન.એસ) તા.૩

જૂનાગઢ,

તપાસમાં આ દારૂ લખન ચાવડા અને જયેશ ચાવડાનો દારૂ હોવાનું સામે આવ્યું જૂનાગઢના મખિયાલા ગામની સીમમાં એ વન ઈન્ડસ્ટ્રિઝ ઝોનના એક ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ના અધિકારીઓે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જૂનાગઢના નામચીન બુટલેગર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીંથી રૂ. 10,11,014 ની કિંમતની 1799 દારૂની બોટલો કબજે કરી હતી. તપાસમાં આ દારૂ લખન ચાવડા અને જયેશ ચાવડાનો દારૂ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું. અશ્વિન રાવલીયા નામના શખ્સે ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય પ્રદુષણ વિભાગમાં ફરજ બજાવતા રાજેશ ચૌહાણનું ગોડાઉન હોવાનું ખુલ્યું છે. પોલીસે લખન એમ.ચાવડા, આભા ઉર્ફે જયેશ એમ.ચાવડા, અશ્વિન એસ.રાવલીયા તથા દારૂનો જથ્થો મોકલનારા ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Gujarat Desk

‘યે નયા હિન્દુસ્તાન હૈ…’: રણવીર સિંહ ધુરંધર 2 ટીઝરમાં ફુલ બીસ્ટ મોડમાં જોવા મળ્યો

Gujarat Desk

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News

આદિજાતિ ખેડૂતોને આધુનિક- બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ : આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યાના ગણતરીના દિવસો પછી જ નીતિન નવીનનું બિહાર મંત્રી પદેથી રાજીનામું

Gujarat Desk