Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ચૂંટણી પૂર્ણ થઇ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના ડરને કારણે લોકોની પેટ્રોલ પંપ પર લાગી લાઇન

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થઇ શકે છે આ ડરને કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લાઇનો લાગી રહી છે.

10 માર્ચે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ વધતા આ ભાવ વધારો શક્ય છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ ડીઝલ-પેટ્રોલના ભાવ 15-20 રૂપિયા સુધી વધવાના સમાચાર ચાલી રહ્યા છે.ગુજરાત-મહારાષ્ટ્રના ખેડૂત ગામમાં ભાવ વધવાની આશંકાને કારણે ડીઝલ સ્ટોક કરી રહ્યા છે.

4 નવેમ્બરથી નથી વધ્યા ડીઝલ-પેટ્રોલના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 4 મહિનાથી કોઇ બદલાવ થયો નથી. જ્યારથી ડેલી રિવ્યૂની સિસ્ટમ અમલમાં આવી છે, આવુ પ્રથમ વખત થયુ છે કે 100થી વધારે દિવસ સુધી ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા નથી.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 95.41 અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95.13 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલનો ભાવ 89.12 રૂપિયા છે.

संबंधित पोस्ट

પાકિસ્તાને FATFને છેતરવાનો પ્રયાસ કર્યો, આતંકવાદીઓ પ્રત્યે તેના બેવડા વલણનો પર્દાફાશ કર્યો

Karnavati 24 News

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગુ થયા પહેલા ૩૮ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની અન્ય સ્થળે રાજ્યમાં બદલી

Karnavati 24 News

ટૂંક સમયમાં વેચાશે આ સરકારી બેંક સરકારની તૈયારી પૂર્ણ કરાઈ છે

Karnavati 24 News

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 30 લોકોના મોત, 50થી વધારે ઘાયલ

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News