Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઘોઘા તાલુકાના હાથબ નજીક એસટી બસ અને બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું



(જી.એન.એસ) તા.૨

ભાવનગર,

ઘોઘા તાલુકાના હાથબ ગામ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું  પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના લાખણકા ગામના વતની અને હાલ ભાવનગરના તરસમિયા રોડ, ખારસી પાસે આવેલ આવાસ યોજનામાં રહેતા રાજેશભાઈ નારણભાઈ બારૈયા ગઈકાલે સાંજે તેમનું મોટરસાઇકલ નં. જીજે.૦૪ – એક્યુ. ૪૭૪૬ લઈને લાખણકાથી ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે હાથબ ગામ પાસે ભાવનગર તરફથી આવી રહેલી એસ.ટી. બસ નં. જી.જે. ૧૮ ઝેડ ૬૪૬૩ સાથે અકસ્માત થતા રાજેશભાઇને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ એમબ્યુલન્સ મારફતે સારવાર માટે કોળીયાક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો..આ બનાવ અંગે મૃતકના ભાઈ નિતેશભાઇ નારણભાઈ બારૈયાએ એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણી વાવ- થરાદ માટે ગૌરવની ક્ષણ: જિલ્લા કલેક્ટરશ્રી જે.એસ. પ્રજાપતિ

Gujarat Desk

રાજ્ય સરકારે કર્યા 16 IASની બદલીના આદેશ 

Gujarat Desk

PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા સરકારની યોજના…!!

Gujarat Desk

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર હિસ્સામાં ઝડપી ઘટાડો…!!

Gujarat Desk

2002ની મતદાર યાદીમાં નામ શોધવું થયું સરળ

Gujarat Desk

ગત 3 વર્ષોમાં શાળા-બાલવાટિકાઓમાં 18 લાખથી વધુ બાળકોને ટિટેનસ-ડિપ્થેરિયાની રસી આપવામાં આવી

Gujarat Desk