Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કડાકો / તળિયે પહોંચ્યો રૂપિયો, ડોલરની સરખામણીએ 79.04 પર પહોંચી ભારતીય કરન્સી

મોંઘવારીને કારણે વૈશ્વિક બજારમાં વ્યાજદર વધતા ભારતીય શેરમાર્કેટ અને ડેટ માર્કેટમાંથી જોવા મળી રહેલ આઉટફ્લોને કારણે ભારતીય કરન્સી પર સતત દબાણ  જોવા મળી રહ્યું છે. દલાલ સ્ટ્રીટમાં જોવા મળી રહેલ સદંતર વિદેશી રોકાણકારોના આઉટફ્લોને કારણે ભારતીય કરન્સી ડોલરની સામે 79ને પાર નીકળી ગયો છે. રૂપિયો મંગળવારના સેશનમાં 9 પૈસાના ઘટાડા સાથે 79.04 પર ખુલ્યો હતો અને 12 કલાકે રૂપિયો 12 પૈસાના ઘટાડા સાથે 79.07 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોમવારે ભારતીય ચલણ ડોલરની સામે 78.95ના લેવલ પર બંધ થયો હતો. સોમવારે FIIએ ભારતીય બજારમાં 2150 કરોડની વેચવાલી કરી હતી. ક્રૂડ ઓઈલની તેજી અને એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે રૂપિયો ઘટીને અને 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ વધીને ટ્રેડ કરી રહ્યાં છે. વિશ્વની છ મોટી કરન્સીની સામે અમેરિકન ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેકસ 105.14ના સ્તરે પહોંચ્યો.

શેર બજારની ચાલ

આજના કારોબારમાં BSEના સેંસેક્સ 266.44 પોઇન્ટ એટલે 050 ટકાના તેજી સાથે 53,501.21 પર ખુલ્યો છે. જ્યારે NSE નિફ્ટી 73.80 પોઇન્ટ એટલે કે 0.74 ટકાના ઉછાળા સાથે 15,909.15 પર ખુલવામાં સફળ રહ્યો છે.

संबंधित पोस्ट

બનાવટી રિવ્યૂ પર કડક નિયમો બનાવાશેઃ શોપિંગ વેબસાઈટ પર ફેક રિવ્યૂ લખનારાઓની હવે કોઈ તબિયત નથી, સરકાર બનાવી રહી છે નવું માળખું

Karnavati 24 News

બજેટ 2022: સામાન્ય લોકોના ખિસ્સા પર શું અસર થશે? કઈ વસ્તુઓ ખરીદવી સસ્તી કે વધુ મોંઘી હશે તે શોધો

Karnavati 24 News

ટ્વિટર માટે મસ્કની યોજના: મસ્ક 2028 સુધીમાં ટ્વિટરની આવક $26.4 બિલિયન સુધી લઈ જવા માંગે છે, જે અત્યારે છે તેનાથી 5 ગણી વધારે છે.

Karnavati 24 News

વાહ ! ફક્ત ચાર વર્ષમાં જ આ શેરે તાંડવ મચાવ્યું, 30 હજારને બનાવી દીધા 30 લાખ રૂપિયા

Karnavati 24 News

એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, આરઆઈએલ બજારમાં તીવ્ર ઉછાળો, છઠ્ઠા દિવસે સેન્સેક્સ-નિફ્ટી મજબૂત

Karnavati 24 News

ઇંધણની અછતને પહોંચી વળવા યુએસઓનું આયોજનઃ ખાનગી પેટ્રોલ પંપોએ પણ સ્ટોક જાળવવો પડશે, નિયમોનું પાલન નહીં થાય તો સરકાર લાયસન્સ રદ કરશે

Karnavati 24 News