Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અમરેલી તાલુકાના મોણપુર નજીકથી 22 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણ તેમજ નશાખોરીની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામા આવી હતી. પોલીસે અમરેલી તાલુકાના મોણપુર ધરાઇ માર્ગ પરથી ત્રણ શખ્સો વિદેશી દારૂની 22 બોટલ સાથે ઝડપી લીધા હતા. જયારે જિલ્લામા 25 શખ્સોને નશો કરેલી હાલતમા અને 36 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો.

પોલીસે મોણપુરથી ધરાઇ માર્ગ પર બાઇક નંબર જીજે 10 બીએચ 5683ને અટકાવી તલાશી લેવામા આવતા પોલીસને અહીથી વિદેશી દારૂની 22 બોટલ મળી આવી હતી. પોલીસે રાકેશ બુટશીંગ મેડા, સોમસીંગ નાનચીયા પચાયા અને જયદીશ કુવરસીંગ મેડા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી દારૂનો જથ્થો અને બાઇક મળી કુલ રૂપિયા 39570નાે મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે બગસરા, છભાડીયા, મજાદર, દાતરડી, જાફરાબાદ, સાવરકુંડલા, વડલી, ટીંબી, અમરેલી વિગેરે મળી 25 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે સીતારામનગર, લાઠી, ચાવંડ, સાવરકુંડલા, રાજુલા, અમરેલી, વિઠ્ઠલપુર ખંભાળીયા વિગેરે સ્થળેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. અા ઉપરાંત જુદાજુદા 36 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો. પોલીસની આકાર્યવાહીથી બુટલેગરો અને નશાખોરોમા ફફડાટ ફેલાયો હતો.

संबंधित पोस्ट

સુરતની કોર્ટે ફેનિલને ફટકારી મોતની સજા, કહ્યું- કોર્ટ જુએ છે યુવાનો પરની વેબસિરીઝ

फ़िरोज़पुर में एक विवाह समरोह के चलते पैलेस में हुई मामूली झड़प में एक व्यक्ति की तेज़धार हथियारों से हमला करके की गई हत्या

Admin

નરોડામાં ગાય અડફેટે આવતા યુવકનું સારવાર દરમિયાન મોત, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

સુરત : માંડવીના બલાલતીર્થથી પશુઓ ભરેલી ટ્રક પકડાય : 13 ભેંસો ખીચોખીચ ભરી હતી

Admin

મેંદરડા પોલીસે દાત્રાણા નાની ખોડીયાર સહિત ચાર જેટલા સ્થળોએથી પ્રોહીબિસન ગુના આચરતા ઈસમો ને પકડી પાડ્યા

Karnavati 24 News

બબ્બર ખાલસાના વધુ 2 આતંકવાદીઓની ધરપકડઃ એક ફિરોઝપુરનો અને બીજો ફરીદકોટનો છે, જે સરહદ પરથી માલસામાન લાવવામાં મદદ કરતા હતા.