Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતગુનો

અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદના વટવા જી.આઈ.ડી.સીમાં ધુળેટીના દિવસે એક ચકચારી ઘટના બની હતી. અહીં, મજાક-મસ્તીમાં બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં એક મિત્રે બીજાને મિત્રને ભઠ્ઠીમાં સળગાવવાના લાકડાના ફટકા મારી માતને ઘાટ ઉતાર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વટવા જી.આઈ.ડી.સી રહેતા મૂળ ઓરિસ્સાના સત્યા નાયકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે મુજબ, બુધવારે મિત્રો સાથે દીપક નાયક અને કાનુ નાયક ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. દરમિયાન મજાક મસ્તીમાં બંને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. જો કે, તે સમયે અન્ય મિત્રોએ બંનેને સમજાવી મામલો ટાળે પાડ્યો હતો. પરંતુ, સમાધાન કરાવ્યા બાદ પણ સાંજે કાનુ નાયક આવ્યો હતો અને દીપકને કહ્યું હતું કે, બપોરે મારી સાથે ઝઘડો કેમ કર્યો? ત્યાર બાદ ઉશ્કેરાઈને કાનુ નાયક ગાળો બોલવા લાગ્યો હતો અને પછી મારામારી કરી હતી.

માથાના પાછળના ભાગે અને મોઢા પર ઉપરા છાપરી ફટકા માર્યા 

દરમિયાન કાનુ નાયકે નજીકમાં રહેલ ભઠ્ઠીમાં સળગાવવાના લાકડામાંથી એક લાકડાનો ટુકડો લઈ દીપકના માથાના પાછળના ભાગે અને મોઢા પર ઉપરા છાપરી ફટકા માર્યા હતા, જેથી દીપક લોહી લુહાણ થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, ફરજ પરના ડોક્ટરે તેણે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

संबंधित पोस्ट

બેંકો માટે ફી આવક નફાકારકતાનો નવો સ્તંભ બની…!!

Gujarat Desk

કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં આઈપીઓની સંખ્યા ૧૮ વર્ષ બાદ ૧૦૦ને પાર…!!

Gujarat Desk

વૈશ્વિક સ્તરે ટેરીફ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો…!!

Gujarat Desk

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલના પગલાંની નિંદા કરતા; ઇઝરાયલી પીએમ નેતન્યાહૂની તુલના હિટલર સાથે કરી

Gujarat Desk

16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર 60 વર્ષીય નરાધમની વડોદરા પોલીસે અટકાયત કરી

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk