Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં કાંકરિયા ઝૂ ને વધુ દેવલોપ કરવામાં આવશે, પ્રાણીઓ અને પક્ષીઓના પાંજર વધુ મોટા બનાવવામાં આવશે

(જી.એન.એસ) તા. 4

અમદાવાદ,

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાંકરિયા લેકના ડેવલોપમેન્ટ બાદ પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે ત્યારે હવે કાંકરિયા ઝૂને પણ વિકસાવવામાં આવશે. 24 કરોડના ખર્ચે ઝૂનું નવીનીકરણ કરાશે. ઝૂમાં પક્ષીઓ અને પ્રાણીઓના પાંજરા મોટા કરાશે. આ ઝૂ બન્યા બાદ હવે પ્રથમ વખત તેનું રિનોવેશન કરવામાં આવશે.

અમદાવાદના કાંકરિયામાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ સહિત જળચળ પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે. સહેલાણીઓ આ ઝૂની સતત મુલાકાત લઈ રહ્યાં છે. તેને જોઈને તંત્ર દ્વારા નોક્ટરનલ ઝૂ તૈયાર કરાયુ હતું. ત્યારબાદ બાલ વાટીકાનું નવીનીકરણ કરાયુ હતું. હવે કાંકરિયા ઝૂનું નવીનીકરણ કરવામાં આવશે. 24 કરોડના ખર્ચે તંત્ર દ્વારા નવીનીકરણની કામગીરી કરાશે. પક્ષીઓ અને જળચર પ્રાણીઓના માટેના હાલમાં રહેલા પાંજરાઓ ખૂબ નાના અને કટાઇ ગયેલી હાલતમાં હોવાથી પાંજરા મોટા કરવામાં આવશે.

તેની સાથે કાંકરિયામાં રોડને રીપેર કરાશે અને રંગરોગાન ચિત્રકામ સહિતના કામો કરી પ્રાણી સંગ્રહાલયનું સુશોભન વધારવામાં આવશે. તાજેતરમાં કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું નામ બદલવામાં આવ્યું હતું. બાલવાટિકાના જૂના ગેટ પર ચાચા નહેરૂ બાલ વાટિકા લખેલું હતું. પરંતું નવિની કરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

USCIS એ બિડેનના ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટને પાછો ખેંચ્યો

Gujarat Desk

પોલેન્ડ દ્વારા જર્મની, લિથુઆનિયા સાથેની સરહદો પર નિયંત્રણો શરૂ કરશે

Gujarat Desk

ગુજરાતનો એક જીરુંનો વેપારી યુપીના પ્રયાગરાજથી દિલ્હી જતાં બસમાં લૂંટાયાની ઘટના

Gujarat Desk

પુલ્પલ્લી ગેરકાયદેસર દારૂ કેસના કાવતરાના આરોપો વચ્ચે; કેરળ કોંગ્રેસના નેતા જોસ નેલેડેમ મૃત હાલતમાં મળી આવ્યા

Gujarat Desk

Titan Bet Review Specialist recommendations to your Titan Bet Sportsbook

Gujarat Desk

તેલંગાણાના મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૪૨ ટકા બીસી ક્વોટા માટેના બિલોને કેન્દ્ર પાસે મંજૂરી આપવાની માંગ કરી

Gujarat Desk